મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 7 લોકો ઘવાયા

Jamnagar News : જામનગરમાં શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ

જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 7 લોકો ઘવાયા

Jamnagar News : જામનગરમાં શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે બે પરિવારોના જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો.  જૂથ અથડામણની આ ઘટનામાં એક જૂથના 3 અને બીજા જૂથના 4 એમ કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હલાતે જી.જી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 

આ પણ વાંચો : સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી, અપહરણકાર બગોદરાથી ઝડપાયો

બનાવની જાણ થતા શહેરના ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા. મામલો વધુ ઉગ્ર ન બને તે માટે જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગર શહેર એ ડીવીજન પોલીસ દ્વારા બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો