મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMRELI : અમરેલીના દેવગામમાં બાળક પર શ્વાનનો હુમલો, માથા પર 23 ટાંકા આવ્યાં

Amreli News : અમરેલી જિલ્લાના દેવગામમાં ખેતમજૂરી કરતા પરિવારના અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને આ બાળકના

AMRELI : અમરેલીના દેવગામમાં બાળક પર શ્વાનનો હુમલો, માથા પર 23 ટાંકા આવ્યાં

Amreli News : અમરેલી જિલ્લાના દેવગામમાં ખેતમજૂરી કરતા પરિવારના અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને આ બાળકના માથા અને ગાલ પર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને 23 ટાંકા આવ્યાં છે. 

દેવગામમાં ખેતમજૂરી કરતા પરિવારનો અઢી વર્ષનો બાળક વાડીમાં રમી રહ્યો ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને માથા અને ગાલ પર બચકા ભર્યા હતા. બાળકનો પરિવાર અને આસપાસના લોકો આવી જતા શ્વાન નાસી ગયો હતો. 

આ બાળકને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકના માથા અને ગાલના ભાગે 23 જેટલા ટાંકા લઈ બાળકનો જીવ બચાવ્યો હતો. 

આ અગાઉ પણ અમરેલી જિલ્લામાં શીતલ, લાઠી, ધારી, કુંકાવાવ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનોએ બાળકો અને યુવાનો પર હુમલા કાર્યની ઘટનાઓ ઘટી હતી.  

આ સમાચાર શેર કરો