Video: સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિહાળ્યો 'મન કી બાત' કાર્યક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેમણે સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત'માં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને 'મન કી બાત' નિહાળી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.








