મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર / પાવીજેતપુરના સુસ્કાલ ગામે ટ્રકની ટ્રોલી વીજ વાયરને અડી જતાં ડ્રાઈવરનું મોત

પાવીજેતપુરના સુસ્કાલ ગામ પાસે રેતી સ્ટોક યાર્ડમાં ટ્રકની ટ્રો

પાવીજેતપુરના સુસ્કાલ ગામ પાસે રેતી સ્ટોક યાર્ડમાં ટ્રકની ટ્રોલી વીજ વાયરને અડતા મધ્યપ્રદેશના યુવાન ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ ચૌહાણનું વીજ કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ જ સ્થળે પાંચ મહિના પહેલા મીરા એન્ટરપ્રાઈઝમાં વીજ કરંટથી એક સગીર કામદારનું મોત થયું હતું, ત્યારબાદ પણ માલિકની બેદરકારીને કારણે વીજ વાયરો અને ટ્રાન્સફર્મરની નજીક જ રેતીના ઢગલા કરવામાં આવતા હતા. માલિકે મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો અને અકસ્માત પછી પણ રેતીનું વેચાણ ચાલુ રાખ્યું હતું, જેથી સ્થાનિકોમાં મીરા એન્ટરપ્રાઈઝની બેદરકારી સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો