VIDEO: પાવી જેતપુરની ભારજ નદી પર 28 કરોડના ખર્ચે પુલ બનાવવા ખાતમુહૂર્ત છતાં કામગીરી શરૂ ન કરાતા હાલાકી
VIDEO: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરની ભારજ નદી ઉપર 28 કરોડના ખર્ચે નવા પુલની કામગીરી માટે મે માસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છતાંય કામગીરી શરૂ ન થઈ શકી. નેશનલ હાઈવે-56 વિભાગના અધિકારીઓ પુલના પાયાના પાઈલની ડિઝાઈન સરકારમાં મંજૂર કરાવ્યા વગર કામગીરી શરૂ કરતા તેને અટકાવવામાં આવી હતી. અને પાઈલની ડિઝાઈન સરકારે હજુ સુધી મંજૂર કરી નથી. ચાર માસથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ કામગીરી શરૂ ન થતા બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી 10 લાખ લોકો હેરાન પરેશન થઈ રહ્યા છે.
ભારજ નદી ઉપર પુલ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલી પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે અને કોન્ટ્રાકટર સાથે તાલમેલના જાળવતા પુલની કામગીરી શરૂ થઈ શકી નથી. નેશનલ હાઈવે-56 વિભાગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લાના લોકોને રામ ભરોસે મૂક્યા છે. પાવી-જેતપુર, બોડેલી અને જબુગામનો સંપર્ક કપાઈ જતા બોડેલી અને પાવીજેતપુરના વેપાર ધંધાને ભારે નુકસાન થઈ રહ્યું છે. આદિવાસી જિલ્લો હોવા છતાંય તંત્ર ના
અધિકારીઓ ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો છે.

