VIDEO: ક્વાંટમાં પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇન લીકેજ, ખાડામાં ડૂબી જવાથી બે બાળકીઓના મોત
સોર્સ : gstv
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇન લીકેજ થવાને કારણે થયેલા પાણીના ભરાવાને લીધે બે બાળકીઓના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. ઘટના મુજબ, બુધારીયાભાઈ ભીલની બંને દીકરીઓ ગામમાં આવેલ કોઝવે નજીક રમતી હતી, ત્યારે અકસ્માતે તેઓ પાણીના ખાડામાં પડી ગઈ હતી. પાણી વધુ ઊંડું હોવાથી બંને બાળકીઓ બહાર નીકળી શકી નહોતી અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં પણ ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.

