Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Meghmeher in Chhota Udepur and Bodeli: Wave of happiness among farmers

VIDEO: છોટાઉદેપુર અને બોડેલીમાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશીની લહેર

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. પવન સાથે ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર નગરના મેન બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ શરૂ થતાં જ નગરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ બોડેલી તાલુકામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. ચાચક, ઢોકલિયા, ઝાખરપુરા, માંકણી, જબુગામ અને કકરોલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

App Store