Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Farmers' long queues for fertilizer in Chhota Udepur, server problem adds to the problem

VIDEO: છોટાઉદેપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો, સર્વરની સમસ્યાએ વધારી મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ખાતર સમયસર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચલામલી ગામે ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં કપાસના પાકને ખાતર આપવાનો સમય હોવા છતાં પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ચાર દિવસથી ખાતર મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. સર્વર ડાઉન રહેવાના કારણે OTP સમયસર ન મળતાં વિતરણ પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતોને તાત્કાલિક પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર પાસે માંગ ઉઠી છે.

App Store