VIDEO:છોટાઉદેપુર: તેજગઢ પાસે ધોવાયેલું ડાયવર્ઝન તંત્ર દ્વારા રીપેર
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક આવેલા રોજકુવા ગામે વરસાદના કારણે ધોવાઈ ગયેલા ટેમ્પરરી ડાયવર્ઝનનું તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પડેલા વરસાદને પગલે ડાયવર્ઝનને નુકસાન પહોંચતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્લેબ ડ્રેનની કામગીરીને કારણે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર, તેજગઢ, ડુંગરવાંટ અને પંચમહાલને જોડતા આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર થાય છે. ભારજ નદીનો પુલ તૂટ્યા બાદ આ માર્ગ મહત્વનો બન્યો હતો. સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. હાલ માર્ગ પર વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.

