Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO BREAKING: Forest Department takes major action against illegal dolomite mining in Chhota Udepur district

VIDEO BREAKING: છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જંગલ જમીનમાં બિનઅધિકૃત રીતે ચાલી રહેલા ખનન પર દરોડા પાડી ડોલોમાઇટ પથ્થર ભરેલી એક ટ્રક અને બે હિટાચી મશીન સહિત અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જંગલ જમીનના આશરે 60 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. થોડા દિવસો પહેલા ગેરકાયદેસર પથ્થર વહન કરતી ટ્રકની અડફેટે બે બાઈક સવારના મોત થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store
ટોપિક્સ:chhota udaipurgstv news