VIDEO: છોટાઉદેપુરમાં રેતી માફિયાઓ સામે તંત્રનો સપાટો, 24 કલાકમાં 33 વાહનો ઝડપાયા
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમોએ રાત્રિ દરમિયાન સપાટો બોલાવી માત્ર ૨૪ કલાકમાં ૩૩ વાહનો ઝડપી પાડ્યા છે. જેમાં ૧૬ ટ્રેક્ટર અને ૧૭ ટ્રકનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં તમામ નાયબ કલેક્ટરો અને મામલતદારો જોડાયા હતા. કાર્યવાહી દરમિયાન ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં એક ટ્રેક્ટર ચાલકે મામલતદારની ગાડી સામે જ રેતી ખાલી કરી દીધી હતી. તંત્રની આ આક્રમક કામગીરીથી ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદેસર ખનન રોકવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

