Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: AAP's protest rally in support of Chaitar Vasava in Chotaudepur

VIDEO: છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં AAPની વિરોધ રેલી

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવાના નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ વિરોધ રેલી યોજાઈ હતી. રેલી પેટ્રોલ પંપ ચોકડીથી શરૂ થઈ ગાંધીજીની પ્રતિમા, બાબા આંબેડકર સર્કલ થઈ બિરસા મુંડા નગરપાલિકા સુધી પહોંચી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. વિરોધ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા અને ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે. સાથે જ જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

App Store