VIDEO : 'એક ગાડીમાં 25થી 30 મુસાફરો અને છત પર બાઇકો!' છોટાઉદેપુરમાં પોલીસ રેડથી ફફડાટ
સોર્સ : gstv
છોટાઉદેપુર પોલીસ દ્વારા જોખમી મુસાફરી કરાવતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુરથી કાઠિયાવાડ તરફ જતી ૫ ઓવરલોડ ગાડીઓ ઝડપી પાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારના મજૂરોને ખેતમજૂરી માટે લઈ જતી ચાર તુફાન અને એક ઈક્કો કારમાં ક્ષમતા કરતા અનેક ગણા વધુ એટલે કે 25 થી 30 જેટલા મુસાફરોને ઠસોઠસ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હતી. આ વાહનોની છત પર પણ જોખમી રીતે બાઇકો, સામાનના પોટલા અને મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. પોલીસે પાંચેય વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર મુસાફર હેરાફેરી કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

