Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Rally in support of Chaitar Vasava in Kwant of Chhota Udaipur

Chhota Udaipurના કવાંટમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી, AAP કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Chhota Udaipurના કવાંટમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી, AAP કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
સોર્સ : gstv

 દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલાના કેસ મામલે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેને લઈને છોટાઉદેપુરના કવાંટ ખાતે AAP દ્વારા ધારાસભ્યના સમર્થનમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં ચૈતર વસાવાને સજા થતાં કવાંટ ખાતે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી છે. 

App Store

મળતી માહિતી મુજબ, કવાંટમાં AAP દ્વારા નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ રેલી યોજવામાં આવી છે. રેલીમાં AAPના કાર્યકરો અને સમર્થકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

કોર્ટ દ્વારા ધારાસભ્યને સજા ફટકારવાના મામલે AAP પાર્ટીના કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરતા યોગ્ય ન્યાયની માગ કરી છે. આમ, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.