Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: Caterpillars emerge from children's breakfast at anganwadi amid entrance festival celebrations in Chhota Audepur

VIDEO:છોટાઉદેપુરમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી વચ્ચે આંગણવાડીમાં બાળકોના નાસ્તામાંથી નીકળી ઈયળો

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એક તરફ રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યાં બીજી તરફ છોટાઉદેપુરના નસવાડીના મોરડીયા ગામેથી શિક્ષણ અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. મોરડીયાની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં ઈયળો જોવા મળતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.ગામના જાગૃત નાગરિકોએ પ્લેટમાં પીરસાયેલા નાસ્તામાં ઈયળો હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. સરકાર એક તરફ બાળકોને કુપોષણ મુક્ત અને પૌષ્ટિક આહાર આપવાની મોટી વાતો કરે છે, ત્યારે આઈસીડીએસ વિભાગની નિષ્ક્રિયતા અને નાસ્તાની નબળી ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શું બાળકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા કરવાનું બંધ થશે?

App Store