VIDEO: Chhotaudepurની ઓરસંગ નદીનો બ્રિજ કરાયો બંધ, ભારે વાહનચાલકો મૂકાયા મુશ્કેલીમાં
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામ પાસે ઓરસંગ નદીનો બ્રિજ બંધ કરાયો છે. આ બ્રિજ ઉપરથી હજારો ભારદારી વાહનો પસાર થતા હતા. છોટાઉદેપુર જિલ્લાનું વેપાર ધંધાનું વડુ મથક બોડેલી ગણવામાં આવે છે. સુરત, રાજકોટ, વડોદરા, હાલોલ અને સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. આ રસ્તા ઉપરનો બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 60 વર્ષ જૂનો બ્રિજ છે. તંત્ર દ્વારા આ બ્રિજને રિપેર કરાવવા માટે આગોતરૂ આયોજન ન કરાતા હાલ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિકાસના દાવાઓ વચ્ચે 30 વર્ષની અંદર બ્રિજ બનાવવા માટે કોઈ કાર્યવાહી ન થતા હાલ તો છોટાઉદેપુર જિલ્લાના 10 લાખ લોકોને અસર પડશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરી દીધો છે.

