Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Locking of Kusum Sagar lake even after 3.48 crores development, anger among citizens

VIDEO:3.48 કરોડના વિકાસ બાદ પણ કુસુમ સાગર તળાવને તાળા, નાગરિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક કુસુમ સાગર તળાવને ખંભાતી તાળા લાગી જતા ચર્ચાનો વિષય બન્યો છે. તળાવની સુંદરતા વધારવા અને નાગરિકોને વહેલી સવારે જોગિંગ તેમજ કસરત માટે સુવિધા આપવા માટે બનાવવામાં આવેલ ટ્રેક અને બપોરે બેસવા માટેના ગાર્ડન હાલ બંધ હાલતમાં છે. આ પ્રોજેક્ટ પર 3.48 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2025માં સાંસદ અને ધારાસભ્યના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છતાં હાલ સુવિધાઓ બંધ રહેતા નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે. રજવાડા સમયના આ ઐતિહાસિક તળાવને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSchotaudepur