VIDEO: Chhotaudepurમાં કુપ્પા પાણી પુરવઠા યોજના પાંચ વર્ષે પણ અધૂરી, 60 કરોડના ખર્ચે પણ ગામમાં નથી પહોંચ્યુ પાણી
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના 73 ગામોમાં નર્મદાનું ફિલ્ટર વાળું પાણી ગામે ગામ પહોંચે છે. તે માટે સરકારે 83 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પાણીપુરવઠા વિભાગને કુપ્પા પાણીપુરવઠા યોજનાની કામગીરી સોંપવામાં આવી હતી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામોમાં પાણીની ટાંકીઓ સંપ પાઈપલાઈન તેમજ અન્ય કામગીરી કરવામાં આવી હતી. પરંતુ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં વેઠ ઉતારતા પાઈપલાઈન જમીન ઉપર જ જોવા મળી રહી છે. સંપ બનાવવામાં આવ્યા છે. ટાંકીઓ બનાવવામા આવી છે. પરંતુ તેમાં પાણી રહેતું નથી. અનેક જગ્યાઓ ઉપર આવી ખામીઓ જોવા મળી રહી છે. કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે 83 કરોડની યોજના આજે પાંચ વર્ષે પણ પૂરી થઈ નથી. આ બાબતે પાણીપુરવઠા મંત્રી નસવાડી ખાતે આવ્યા હતાં. ત્યારે તેઓને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ડુંગર વિસ્તાર છે. જગ્યાનો પ્રશ્ન હોવાથી વિલંભ થયો છે. પાંચ પાંચ વર્ષથી આ યોજના અધૂરી હોવાથી સરકારે ખર્ચેલા નાણાનો સદુપયોગ થયો નથી.

