Chhota udaipur news: નજીવી બાબતે પૌત્રએ દાદાની કરી કરપીણ હત્યા, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

સોર્સ : GSTV
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામે પૌત્રએ દાદાની હત્યા કરતા ચકચાર મચી છે. નજીવી બાબતે દાદાનું કાસળ કાઢનાર હત્યારા પૌત્રની ધરપકડ કરાઈ છે.
પૌત્રે દાદાને લાકડી વડે બેરહેમીપૂર્વક ફટકારતા મોત
પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના ખડકલા ગામે બાઈકની ચાવી બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા દાદાને પૌત્રે લાકડી વડે બેરહેમીપૂર્વક ફટકારતા તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી હત્યારા પૌત્ર કાનજી ભીલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

