Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udaipur news: 8 cows attacked with weapons in Bodeli, some people flee

Chhota Udaipur news: બોડેલીમાં અજાણ્યા શખ્સે ક્રૂરતાપૂર્વક 8 ગાયોને માર્યા હથિયારના ઘા, લોકોમાં ઉગ્ર રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Chhota Udaipur news:  બોડેલીમાં અજાણ્યા શખ્સે ક્રૂરતાપૂર્વક 8 ગાયોને માર્યા હથિયારના ઘા, લોકોમાં ઉગ્ર રોષ
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં છેલ્લા બે દિવસથી અમાનવીય કૃત્યની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધારદાર હથિયાર વડે 8 જેટલી ગાયોને નિશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે.

App Store

ગાયોના પેટના ભાગે 5-6 ઈંચના ઘા

મળતી માહિતી અનુસાર, બોડેલીમાં અજાણ્યા શખ્સે જે રીતે ગાયોને નિશાન બનાવી છે, તે ખૂબ જ ક્રૂરતાભર્યું છે. રોડ ઉપર રખડતી આઠ જેટલી ગાયોને ધારદાર હથિયાર વડે તેમના પેટના ભાગે 5થી 6 ઈંચનો ઊંડો ઘા મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત ગાયોને શોધીને પશુ ચિકિત્સક પાસે સારવાર માટે મોકલી હતી.