Video: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિની ઉજવણી, છોટાઉદેપુરમાં સીએમના હસ્તે પ્રતિમાનું અનાવરણ

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ પર છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે છોટાઉદેપુરના પેટ્રોલ પંપ ચાર રસ્તાથી સભાસ્થળ સુધી મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં નગરની પ્રજાએ મોટી સંખ્યામાં જોડાઈને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ મુખ્યમંત્રી સભા મંડપમાં પહોંચ્યા.., જ્યાં ઉપસ્થિત હજારોની મેદનીને તેઓ સંબોધન કર્યુ.
જાહેરાત







