Video: ભાનુ ભરવાડ ગેંગને મોટો કાનૂની ઝટકો, GUJCTOC કેસમાં બંને મુખ્ય આરોપીઓના જામીન રદ

ખેડા જિલ્લાના ચર્ચાસ્પદ ભાનુ ભરવાડ ગેંગને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. GUJCTOC હેઠળ નોંધાયેલા ગુનામાં મુખ્ય આરોપીઓ ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ અને નવઘણભાઈ ભાનુભાઈ ભરવાડના રેગ્યુલર જામીન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રદ કર્યા છે. બંને આરોપીઓ નડિયાદના બિલોદરા ગામના રહેવાસી છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા જામીન રદ કરાવવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકીની કાનૂની રજૂઆત, સરકારી વકીલ લિંબાચીયાની દલીલો અને રજૂ કરાયેલા સોગંદનામાને ધ્યાનમાં રાખીને અદાલતે આ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.
જાહેરાત















