મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધાનેરા: લગ્ન પ્રસંગમાં લાડુના બદલે બનાવી કાજુ કતરી, માલિકે લાફો મારતા રસોઇયાનું મોત

બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હ

ધાનેરા: લગ્ન પ્રસંગમાં લાડુના બદલે બનાવી કાજુ કતરી, માલિકે લાફો મારતા રસોઇયાનું મોત

બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખુબજ ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો : એમ્બ્ચુલન્સના પૈસા નહતા, ભાઇના શબને ટેક્સી પર બાંધીને 195KM દૂર લઇ જવા મજબૂર થઇ બહેન

ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો. જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈયાએ તેને બદલે કાજુ કતરી બનાવી દીધી. ઓર્ડર આપનાર શખ્સને તેને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશે ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારી ઝપાઝપી થઈ. જ્યાં રસોઈયો બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતકના પોસ્ટમોટર્મ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ સોપાયો હતો. જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોટર્મનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો : કૌટુંબિક ભાઈએ 13 વર્ષની સગીરાને ઘરે બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું

રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યા છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા્ં આવે. ધાનેરા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો