અમીરગઢ બોડર ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ, ખાનગી બસમાંથી એક શખ્સની ધરપકડ
બનાસકાંઠા: અમીરગઢ બોડર ચેકપોસ્ટ પરથી દિલ્લી-અમદાવાદની ખાનગી બસમાંથી ચરસ ઝડપાયું છે. પોલીસે બોડર ચેકપોસ્ટ પર રૂ

બનાસકાંઠા: અમીરગઢ બોડર ચેકપોસ્ટ પરથી દિલ્લી-અમદાવાદની ખાનગી બસમાંથી ચરસ ઝડપાયું છે. પોલીસે બોડર ચેકપોસ્ટ પર રૂટિંગ ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન આ ચરસ ઝડપી પાડ્યું છે.
રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરતા ચરસ ઝડપાયું છે. અમીરગઢ પોલીસે ઇસમને ઝડપી પાડી 8.70 ગ્રામ ચરસ એટલે કે કુલ 1,30,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળ તપાસ હાથ ધરી છે. ચરસ સાથે પકડાયેલ ઇસમની પૂછપરછમાં ચરસ પૂના લઈ જવાનું હોવાનો ખુલાસો થયો છે. ડીલ મુજબ આ ચરસ અમદાવાદ પહોંચાડી આગળની પાર્ટીને ફોન કરીને લોકેશન પૂછવાનું હતું. જો કે સમગ્ર મામલે હવે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.




