મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચારણકીના ખેડૂતની TCBT પદ્ધતિથી 4 એકરમાં જામફળની ખેતી, માત્ર દસ મહિનામાં 35થી 40 ટન ઉત્પાદનની આશા

સમગ્ર ગુજરાતમાં આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને કુદરતી સંસાધનો આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વાળવા

ચારણકીના ખેડૂતની TCBT પદ્ધતિથી 4 એકરમાં જામફળની ખેતી, માત્ર દસ મહિનામાં 35થી 40 ટન ઉત્પાદનની આશા

સમગ્ર ગુજરાતમાં આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને કુદરતી સંસાધનો આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં પણ ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ખેડૂતો અનેક પ્રકારના પ્રયોગ કરે છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામે TCBT પદ્ધતિથી વૃક્ષઆયુર્વેદ વિજ્ઞાન આધારિત મૂળપ્રાકૃતિક ખેતી અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું હતું. TCBT પદ્ધતિથી ખેત કરતા બોટાદ જિલ્લાના 50 જેટલા ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના ચારણકી ગામે ટીસીબીટી પદ્ધતિથી ખેત ઉત્પાદન મેળવી રસાયણ વગર પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખૂબ મોટું ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે. ચારણકી ગામના નાગજીભાઈએ સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી કરી અનેક ઉત્પાદનો મેળવવામાં આવે છે. પંચમહાભૂત ખેતી જે મૂળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે. ભૂમિ,આકાશ,વાયુ અગ્નિ અને જળ જે પંચમહાભૂત ના તત્વો છે. તેને ખેડૂત ખેતી કરતા પહેલા જમીનમાં રહેલા આ મૂળભૂત તત્વોને સજીવ કરે એટલે કે જાગ્રત કરે, વિકસિત અને ઉપજાવ જમીનને શક્તિશાળી બનાવે તે જમીનને સંસ્કારીત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. 

ચારણકી ગામમાં TCBT પદ્ધતિથી ચાર એકર જમીનમાં જામફળની ખેતી કરવામાં માત્ર દસ મહિનામાં 35થી 40 ટન જામફળનું ઉત્પાદન આપશે જે એક વિશ્વ રેકોર્ડ પણ બનશે. નિષ્ણાંત તારાચંદ બેલજીએ જણાવ્યું હતું કે, તેઓએ પ્રાકૃતિક ખેતીની સાથે ઉર્જા વિજ્ઞાન આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિકસાવી છે. ખેડૂત દ્વારા માટીની અંદર ધાતુનું પરીક્ષણ કરાવી ખેતી કરવામાં આવતી હતી. પરંતુ તેઓએ કુદરતી ઉર્જા એટલે કે રૂપ, રંગ, ગંધ, સ્વર, સ્પર્શ દ્વારા પણ ન્યુટ્રીશન એટલે કે પોષણ આપી શકાય છે. તેનો સફળ પ્રયોગ 38 જેટલાં વિવિધ ઉત્પાદનો પર કરી મબલક ઉત્પાદન મેળવ્યું છે. વૃક્ષ આયુરવિજ્ઞાન આધારિત આ ઉત્પાદન પદ્ધતિ અંગે કોઈએ વિચાર કર્યો નથી અને અમે સફળ પ્રયોગ કરીને બતાવ્યો છે.  

આ સમાચાર શેર કરો