મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદીપુરા વાયરસ: કચ્છના નખત્રાણમાં નોંધાયો પ્રથમ કેસ, દોઢ વર્ષની બાળકી સારવાર હેઠળ

રાજ્યમાં ધીમે ધીમે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. સુરત, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા, ઘમરોડીયા બાદ કચ્છમાં

ચાંદીપુરા વાયરસ: કચ્છના નખત્રાણમાં નોંધાયો પ્રથમ કેસ, દોઢ વર્ષની બાળકી સારવાર હેઠળ

રાજ્યમાં ધીમે ધીમે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. સુરત, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા, ઘમરોડીયા બાદ કચ્છમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામ વાડી વિસ્તાર માંથી એક દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બાળકીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવી

બાળકીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખવામાં આવી છે. હાલ બાલકીની સારવાર ચાલી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય તે માટે તાલુકાના 5,000 જેટલા કાચા ઘરોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. 

સિવિલમાં એક બાળકનું મોત, એક વેન્ટિલેટર પર 

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સ્થિતિમાં સુધારો ના થતાં અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેને દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર પર હતી. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી ૬ બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.

આ સમાચાર શેર કરો