VIDEO:મહુધા પાસે શેઢી નદીનો કોઝવે તૂટ્યો, અનેક ગામો સંપર્કવિહોણા
વરસાદના પાણીના વહેણને પગલે મહુધા તાલુકાના હેરંજ પાસે શેઢી નદી પરનો કામચલાઉ કોઝવે

વરસાદના પાણીના વહેણને પગલે મહુધા તાલુકાના હેરંજ પાસે શેઢી નદી પરનો કામચલાઉ કોઝવે ધોવાઈ ગયો છે. આ ઘટનાને કારણે અનેક ગામડાઓનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.મહુધાના અલીયાણાથી આણંદના પણસોરા વચ્ચેના રોડ પર નવો બ્રિજ બનાવવાનું કામ ચાલું છે, જેના માટે આ કામચલાઉ કોઝ-વે બનાવવામાં આવ્યો હતો. કોઝવે ધોવાતાં ખેડા-આણંદ જિલ્લા વચ્ચે એસટી બસ સહિતના વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.સ્થાનિક લોકો અને મુસાફરો અટવાઈ પડ્યા છે. વહેલીતકે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

