Video: રાજકોટમાં દેશી પિસ્ટલ સાથે એક ઝડપાયો

રાજકોટમાં ગેરકાયદે હથિયાર સાથે વધુ એક શખ્સ ઝડપાયો છે. રાજકોટ PCBએ માધાપર GIDCના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી વિજય બોરીચાને ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં આરોપી પાસેથી દેશી પિસ્ટલ અને જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.








