મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહુવાના ડોંગી નદીના ઘોડાપૂરમાં તણાઈ કાર, ગ્રામજનોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે ભારે વર

તસવીર: gstv

ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે ભારે વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદ અને સાડા ત્રણ ઇંચ જેટલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક ડોંગી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન લોંગિયા તરફથી આવી રહેલી એક કાર નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.પ્રવાહ એટલો તેજ હતો કે કાર પાણીમાં તણાવા લાગી, જેનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઓથા ગામના ગ્રામજનોએ હિંમત હાર્યા વગર તાત્કાલિક જેસીબી મશીનની મદદ લીધી હતી. ગ્રામજનોના સાહસિક અને સૈયારા પ્રયાસોને અંતે કારને હેમખેમ બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર શેર કરો