મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CAનું ફાઇનલ પરિક્ષાનું પરિણામ જાહેર: અમદાવાદની દિકરીએ મારી બાજી, જુઓ યાદી

ICAI CAનું ફાઇનલ પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની તેજસ્વી વિદ્

CAનું ફાઇનલ પરિક્ષાનું પરિણામ જાહેર: અમદાવાદની દિકરીએ મારી બાજી, જુઓ યાદી

ICAI CAનું ફાઇનલ પરિક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની તેજસ્વી વિદ્યાર્થિની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે. સૌથી અઘરી પરિક્ષામાંથી એક ગણાતી સીએની પરિક્ષામાં અમદાવાદની દિકરીએ દ્વિતિય નંબર મેળવીને શહેરને ગૌરવ પ્રદાન કર્યું છે.

આ સમાચાર શેર કરો