મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લીંબડી તાલુકાના જાંબુ અને ભથાણ ગામ વચ્ચેનો પુલ જર્જરિત હાલતમાં, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ અને ભથાણ ગામ વચ્ચેનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.&n

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ અને ભથાણ ગામ વચ્ચેનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.  જરૂરી મેન્ટેનન્સના અભાવે પુલ વચ્ચેના ભાગેથી બેસી ગયો છે. જાંબુ અને ભથાણ ગામ વચ્ચેનો પુલ પાયામાંથી બેસી ગયેલી હાલતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ બેઠું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો જાંબુ અને ભથાણ વચ્ચેના પુલ પર જીવના જોખમે વાહન ચાલકોને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પુલ બંધ કરી અને ત્યાર બાદ ફિટનેસ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો