મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાના યુવકને લગ્નનો ભરોસો આપી 6 લાખ રૂપિયા પડાવી મુંબઈની લૂંટેરી દુલ્હન ફરાર

મહેસાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવકને લગ્નનો ભરોસો આપી 6 લાખ રૂપિયા લઈને લ

મહેસાણાના યુવકને લગ્નનો ભરોસો આપી 6 લાખ રૂપિયા પડાવી મુંબઈની લૂંટેરી દુલ્હન ફરાર

મહેસાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવકને લગ્નનો ભરોસો આપી 6 લાખ રૂપિયા લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ છે. મહેસાણા શહેરના યુવકને લગ્ન કરવાનું કહી મુંબઈની યુવતી 6 લાખનો ચૂનો લગાવીને ફરાર થઈ ગઈ છે. મહેસાણા માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં રહેતો 35 વર્ષે યુવક લગ્નની લાલચમાં છેતરાયો હોવાનું સામે આવ્યું છે.

જીવનસાથી એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવ્યા 

મળતી માહિતી પ્રમાણે, જીવનસાથી એપ્લિકેશન મારફતે યુવકનો મુંબઈની યુવતી સાથે સંપર્ક થયો હતો. સાથે ફરવા અને વાતચીત બાદ યુવતી મહેસાણા યુવકના ઘરે પણ આવી હતી. ત્યારબાદ યુવતીએ અન્ય જગ્યાએ તેને લગ્ન કરવાના હોવાની વાત કરી હતી. થોડા દિવસ બાદ તેના છૂટાછેડા થઈ ગયા અને તેની સાથે લગ્ન કરવા તૈયાર હોવાનો મેસેજ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ બે વખત છૂટાછેડા થયા હોવાનું બહાનું આપી રૂપિયાની જરૂર હોવાનું કહી યુવક પાસે 5 લાખની માંગણી કરી હતી.

વધુ પૈસા ન હોવાનું કહેતા યુવતીએ લગ્નની ના પાડી 

યુવકે તેની માતાના એકાઉન્ટમાંથી બે લાખ મોકલ્યા હતા. બે લાખ આપ્યા બાદ યુવતી મહેસાણા આવી અને ઓનલાઈન ખરીદીના નામે રૂપિયા 4 લાખ રોકડા લઈ ગઈ હતી. યુવકે તેના લગ્નની તારીખ 23 માર્ચ આવ્યું હોવાનું કહેતા યુવતીએ વધુ 5 લાખ લોન ભરવાના નામે માંગ્યા હતા. યુવકે બીજા રૂપિયા ન હોવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. છેતરાયેલા યુવકે મુંબઈમાં રહેતી ધારા ભરતભાઈ વોરા નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરવાનો ભરોસો આપી લગ્ન નહીં કરી 6 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા મહારાષ્ટ્રની યુવતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો