Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Massive fire breaks out at firecracker factory in Barwala

VIDEO: Botad / બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ; એક મજૂરનું મોત, માલિક સહિત બે ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. બેલા અને ટીંબલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર, બરવાળા તાલુકામાં આવેલી ફટાકડાની ફેક્ટરીના એક રૂમમાં ફટાકડા બનાવવા માટેનું કાચું રો-મટીરીયલ રાખવામાં આવ્યું હતું. અચાનક આ રૂમમાં આગ ફાટી નીકળતા ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો ભયાનક હતો કે ફેક્ટરીના ઉપરના પતરા 100 ફૂટ જેટલા દૂર જઈને પડ્યા હતા. બ્લાસ્ટની તીવ્રતાને કારણે આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓના શરીરના અંગો દૂર ખેતરમાં જઈને પડ્યા હતા. ઘટનાસ્થળે જ એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે ફેક્ટરીના માલિક અને અન્ય એક મજૂર લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક બોટાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી ફાયર એસ્ટિંગ્યુશરનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબુ મેળવ્યો હતો.