Botad news: મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

સોર્સ : GSTV
રાજ્યના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં બોટાદના મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને એસઓજી બોટાદે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટી વીરવા ગામે ડિગ્રી વગરના તબીબ દવાખાનું ચલાવે છે. જે બાતમીના આધારે બોટાદના મોટી વીરવા ગામે દરોડો પાડી જયસુખ ગણેશભાઈ બરોલીયા નામનો શખ્સ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
આ શખ્સ પોતે ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાની દેખાવ કરી ક્લિનિક ચલાવી ક્લિનિકમાં દવાની ટીકડીઓ, તથા અન્ય મેડીકલ પ્રેકટીસમાં ઉપયોગ કરેલો સામાન તથા મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ રૂ.૧૨,૧૦૯ તથા રોકડ રૂપિયા ૧૧,૨૦૦ મળી કુલ રૂ.૨૩,૩૦૯ મુદ્દામાલ સાથે મળી સાથે ઝડપી લઇ તેના ગુન્હો પાળીયાદ પોલીસ મથકમાં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

