મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોડિનારના કડવાસણમાંથી બોગસ આંગણવાડી ઝડપાઈ, સરકારી તંત્રે દરોડા પાડતા સમગ્ર કૌભાંડ ઝડપાયું

ગુજરાતના કોડિનારમાં બોગસ આંગણવાડી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે કોડિનાર તાલુકાના કડવાસણ ગામના

કોડિનારના કડવાસણમાંથી બોગસ આંગણવાડી ઝડપાઈ, સરકારી તંત્રે દરોડા પાડતા સમગ્ર કૌભાંડ ઝડપાયું

ગુજરાતના કોડિનારમાં બોગસ આંગણવાડી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે  કોડિનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર-૨૬માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીના બોર્ડ મારવામાં આવ્યા હતા. તો બીજી તરફ સરકારને આંગણવાડીના બોર્ડ મારી ગેરમાર્ગે દોરવાની રજૂઆત મળી હતી.

ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીના બોર્ડ મારવામાં આવ્યા 

સમગ્ર મામલાની જાણ થતાં સરકારી અધિકારીઓ જે તે સ્થળ પર તપાસ અર્થે પહોંચ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે   કોડીનાર મામલતદાર, કોડિનારની ટીમ તથા સી.ડી.પી.ઓ. દ્વારા તપાસ કરતા આ જગ્યામાં આંગણવાડીમાં ન આવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તપાસ હાથ ધરવામાં આવતા તે જમીન નેશનલ હાઈવેમાં સંપાદન થયેલ જમીન પૈકીની હોવાનું સામે આવ્યું હતું.

આ સમાચાર શેર કરો