VIDEO: વીરપુર એસટી બસ સ્ટેન્ડમાં અંધારપટ!
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં કરોડોના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પ

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં કરોડોના ખર્ચે બનેલા એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાત્રિના સમયે બસ સ્ટેન્ડ પરિસરમાં લાઈટો અને પંખાઓ વારંવાર બંધ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે. હાલના અસહ્ય ઉનાળાની ગરમી અને મચ્છરોના ત્રાસ વચ્ચે મુસાફરો માટે બસની રાહ જોવી મુશ્કેલ બની ગઈ છે.સ્થાનિકો અને યાત્રાળુઓએ એસટી તંત્ર પાસે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી છે.




