જૂનાગઢમાં બિનહરીફની લ્હાયમાં ભાજપે વાટ્યો મોટો ભાંગરો, ભાજપ પ્રમુખે જાહેરમાં ભૂલ સ્વીકારી
જૂનાગઢમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના પ્રેમલબેન કટારાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના

જૂનાગઢમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના પ્રેમલબેન કટારાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના પ્રમુખ પુનિત શર્માએ ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી સહિતનાઓની હાજરીમાં બેઠક બિનહરીફ થયાનું નિવેદન આપ્યું હતું.
જ્યારે ભાજપે લીરીબેન ભીંભાને બિનહરીફ ઉમેદવાર ગણાવ્યા હતા તેનું હરીફ ઉમેદવારની યાદીમાં નામ જાણવા મળ્યું હતું. લીરીબેન બિનહરીફ ન થયાનું ભાજપ પ્રમુખને ધ્યાનમાં આવતા થુકેલુ ચાટવું પડ્યું. ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પોતાની ભૂલ સ્વીકારી લેવી પડી.
વોર્ડ નંબર 2માં અનુ. જાતિની બે સ્ત્રીઓ વચ્ચેની હરીફાઈ બાદ હારેલી સ્ત્રી અને જનરલ કેટેગરીની સ્ત્રી સાથે પણ થશે હવે હરીફાઈ. અનુ. જાતિમાં હારેલી સ્ત્રીને જનરલ કેટેગરીની સ્ત્રી કરતાં વધુ મત હશે તો અનુ.જાતીમાં હારેલા સ્ત્રી ઉમેદવાર વિજેતા થશે. આવી ટેકનિકલ સ્થિતિ ભાજપને ધ્યાનમાં ન આવતા ભાંગરો વાટી ખુશી મનાવી લીધી હતી. બાદમાં ભૂલ સમજાતા શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું






