મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ઓછું મતદાન, બે કરોડ મતદારો ઘરે બેસી રહ્યાં, ભાજપના માઇક્રો પ્લાનિંગનું સુરસુરિયું, પેજ પ્રમુખ સમિતિ પણ ફેઈલ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં 26 બેઠકો અંકે કરવા ભાજપે ચૂંટણીનું માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું પણ આખીય વા

ગુજરાતમાં ઓછું મતદાન, બે કરોડ મતદારો ઘરે બેસી રહ્યાં, ભાજપના માઇક્રો પ્લાનિંગનું સુરસુરિયું, પેજ પ્રમુખ સમિતિ પણ ફેઈલ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં 26 બેઠકો અંકે કરવા ભાજપે ચૂંટણીનું માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું પણ આખીય વાતનું સુરસુરિયુ થયુ હોય તેવુ ચિત્ર ઉભર્યું છે તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછુ મતદાન થયુ છે.

ભાજપના એકેય મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં

ઈલેક્શન મેનેજમેન્ટમાં ભાજપની માસ્ટરી છે. એક-એક મતદાર સુધી પહોચવા માટે ભાજપનું ચૂંટણીનું માઇક્રોપ્લાનિંગ કાબિલેદાદ હોય છે. તેમાં ય પેજ પ્રમુખ-પેજ સમિતિ ચૂંટણી જીતવા માટેનું ભાજપનું મહત્વનું અંગ છે. છેલ્લાં છ મહિનાથી વધુ સમયથી આ બધાય પરિબળોને ભાજપે ચૂંટણીમાં કામે લગાડ્યા હતાં. પાંચ લાખના માર્જીનથી 26 બેઠકો જીતવા માટે ભાજપે આખી બ્લૂપ્રિન્ટ બનાવી હતી. 

ભાજપના એકેય મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં

મહત્વની વાત એ છે કે, બે મહિના પહેલાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવાર મળતો ન હતો. પણ ક્ષત્રિય આંદોલન બાદ સ્થિતિ એવી બદલાઈ કે, ભાજપના એકેય મુદ્દા મતદારોને આકર્ષી શક્યા નહીં. સાથે સાથે વધુ મતદાન થાય તે માટે ભાજપે ઘણાં ધમપછાડાં કર્યા પણ બુથ મેનેજમેન્ટ કામ લાગી શક્યુ નહીં. 

ભાજપનું ઈલેક્શન મેનેજમેન્ટ નબળુ પુરવાર થયુ 

ભાજપના પેજ પ્રમુખો-પેજ સમિતિ જાણે કાગળ પર જ રહી હતી. જે રીતે ઓછુ મતદાન થયું તે જોતાં ભાજપના માઈક્રો પ્લાનિંગનું સુરસુરિયુ થયુ છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે, બે કરોડ મતદાતાઓએ મત આપવાનુ જ ટાળ્યુ છે. મતદારો માટે આટલી નિરસતા ચિંતાનો વિષય બની છે. ભાજપની ઈલેક્શન બ્લૂ પ્રિન્ટ પણ નામ પુરતી જ રહી હતી. આમ, ઓછુ મતદાન થતાં ભાજપનું ઈલેક્શન મેનેજમેન્ટ નબળુ પુરવાર થયુ છે.

આ સમાચાર શેર કરો