કચ્છ: ભુજમાં વોર્ડની સમસ્યાનો મુદ્દો ઉઠાવનાર યુવાનને ભાજપ કાઉન્સિલરના પુત્રે ઢોર માર માર્યો
ગુજરાતના કચ્છના ભુજ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્રે યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ

ગુજરાતના કચ્છના ભુજ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્રે યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રહેલા યુવાને વોર્ડ નં.8ની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. આ સમસ્યાનો અવાજ ઉઠાવવા બદલ ભાજપના કાઉન્સિલરનો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો.
ભાજપના નગરસેવકના પુત્રે યુવાનને ઢોર માર માર્યો
કાઉન્સિલરનો પુત્રે આ યુવાન પર હુમલો કર્યો અને ઢોર માર માર્યો હતો. ભોગ બનનાર યુવાનની ઓળખ દિગુભા જાડેજા તરીકે થઈ છે. દિગુભાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નગરસેવકના પુત્ર સહિત અન્ય શખ્સોએ મારી સાથે મારા મારી કરી છે.




