VIDEO: Bilimoraના મેળાના રંગમા પડ્યો ભંગ, રાઈડ ભાંગી પડતાં 5ને પહોંચી ઈજા
નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા
નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ અચાનક પડી ભાંગતા 5 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રાઇડ સંચાલક અને એક મહિલાના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પછીથી અન્ય ત્રણને પણ ઈજાઓ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મેળાની પરવાનગી લેનાર શિવમ એજન્સીનું નામ સામે આવ્યું છે. પ્રથમ વખત બીલીમોરા મેળામાં અલગ-અલગ સાત રાઇડની પરવાનગી મેળવી હતી. શિવમ એજન્સીનો પ્રોપરાઇટર મૂળ સુરેન્દ્રનગરના વિરલ પીઠવા છે. નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનીકલ કમિટીની રચના કરવામાં આવી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા FSLની ટીમને બોલાવવામાં આવી છે.અકસ્માતની ઘટના બનતા સોમનાથ મંદિર પરિસરની તમામ જોખમી રાઇડ સ્થગિત કરવામાં આવી છે.સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર મેદાન ભાડે આપ્યું હોવાની વાત કહી હાથ ઊંચા કર્યા છે.



