VIDEO: સચિન GIDCમાં મોટી દુર્ઘટના ટળી: વિરાટ કોમ્પ્લેક્સની વિશાળ દીવાલ ધરાશાયી
સુરત શહેરમાં અકસ્માતો અને દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. પાંડેસરાની ઘટના બાદ હ

સુરત શહેરમાં અકસ્માતો અને દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. પાંડેસરાની ઘટના બાદ હવે સચિન GIDC વિસ્તારમાં આવેલ વિરાટ કોમ્પ્લેક્સની એક વિશાળ દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે.દીવાલ પડતાં જ જોરદાર અવાજ સાથે આસપાસના વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે દુર્ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, શહેરમાં એકપછી એક બની રહેલી આવી ઘટનાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને જૂના-નવા બાંધકામોની સુરક્ષા સામે ફરી મોટા સવાલો ઊભા થયા છે.




