VIDEO/ ભાવનગર: બુધેલ ગામ નજીક ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું મોત
સોર્સ : GSTV
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધેલ ગામ નજીક પુરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ ઘોઘા ગામના ભરતભાઈ સોલંકી તરીકે થઈ છે. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

