Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Deputy Fire Officer caught taking bribe of Rs. 2 lakh in bhavnagar

Bhavnagar news: ડેપ્યુટી ફાયર ઓફિસર રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયા, ફાયર સેફ્ટી એપ્રુવલ માટે માંગ્યા હતા પૈસા

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Bhavnagar news: ડેપ્યુટી ફાયર ઓફિસર રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયા, ફાયર સેફ્ટી એપ્રુવલ માટે માંગ્યા હતા પૈસા
સોર્સ : GSTV

ભાવનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન ડેપ્યુટી રીજનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલ અને સહયોગી પ્રકાશ ચૌહાણને રૂ. 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી કામના એપ્રુવલ માટે કુલ રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી અગાઉ રૂ. 50 હજાર લેવાયા હતા. આજે સર ટી હોસ્પિટલ નજીક ACBએ કાર્યવાહી કરી લાંચની રકમ સાથે આરોપીને પકડી લીધો. બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

App Store

ત્રણ દિવસ અગાઉ ગાંધીનગરમાં નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા હતા

 ગાંધીનગર કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને તેમના વતી લાંચના નાણાં સ્વીકારતા નિવૃત્ત પટાવાળાને રૂ.4.5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રોપર્ટી કાર્ડ આપવાની અવેજીમાં કુલ 9.5 લાખની માંગણી કરવામાં આવી હતી. ACBના જણાવ્યા અનુસાર, આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ બિપિનચંદ્ર ખેમચંદભાઈ પરમાર (વર્ગ-3, નાયબ મામલતદાર, જમીન ફાળવણી શાખા, કલેક્ટર કચેરી) અને દિનેશ બુધાલાલ વાળંદ (નિવૃત્ત પટાવાળા) તરીકે થઈ હતી. એક જાગૃત નાગરિકે પોતાની રહેણાંક મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે અરજી કરી હતી. આ કામમાં કોઈ વાંધો ન કાઢવા અને અનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદારના કહેવાથી દિનેશ વાળંદે 9.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

કોર્ટ પરિસર પાસે ગોઠવ્યું હતું છટકું

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 17 એપ્રિલના રોજ ACBએ ગાંધીનગર કોર્ટ પરિસર પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ ફરિયાદીની કારમાં બેસીને લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.4.5 લાખ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે ACBની ટીમે બંનેને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

કલેક્ટર કચેરીમાં ફફડાટ

ગાંધીનગર જેવી મહત્ત્વની કચેરીમાં ક્લાસ-3ના અધિકારી લાંચ લેતા પકડાતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જમીન સાથે સંકળાયેલી શાખાઓમાં ચાલતા વહીવટો હવે ACBની રડારમાં આવ્યા હોય તેમ જણાય છે.