VIDEO: ભાવનગરના ચાવડીગેટમાં નશાની હાલતમાં 8 શખ્સોએ તોડફોડ કરી અને કેટલાકને માર્યો માર
સોર્સ : GSTV
રાજ્યના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં દારૂ પી ને છાક્ટા બનેલા અસામાજિક ઈસમોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. મોડીરાત્રે ચાવડીગેટ વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસ પાસે કેટલાક ઈસમો નશાની સ્થિતિમાં સ્થાનિકો સાથે મારામારીકરી અને બેફામ ગાળો બોલી હતી.
ગાળો બોલવાની ના પાડતા લુખ્ખા તત્વોએ કરી તોડફોડ
તો બીજી તરફ સ્થાનિક લોકોએ તેઓને ગાળો બોલવાની ના પાડતા અસામાજિક ઈસમો ઉશ્કેરયા હતા, તેમજ સાતથી આઠ જેટલાં ઈસમોએ સ્થાનિકોના ઘર પર તોડફોડ કરી હતી, તેમજ મહિલાઓને પણ માર મારતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ વાન ઘટના સ્થળે દોડી ગઈ હતી, તેમજ લોકોના નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

