રાજકોટ અને ભાવનગરમાં અકસ્માતની એક સરખી બે ઘટનામાં 3 લોકોના મોત, જાણો વિગત

રાજકોટ અને ભાવનગરમાં અકસ્માતની એક સરખી બે ઘટના ઘટી છે, જેમાં ચાલુ વાહને ડ્રાઈવરને હાર્ટએટેક આવતા 3 લોકોના મોત થયા છે. રાજકોટમાં સીટી બસના ડ્રાઈવરનું તો ભાવનગરમાં ટેન્કર ચાલકનું ચાલુ વાહને મોત થયું છે.
રાજકોટમાં સીટી બસના ડ્રાઈવરનું એટેકથી મોત, ટક્કર મારતા મહિલાનું પણ મોત
રાજકોટના રેલનગર વિસ્તારમાં સીટીબસ ડ્રાઈવર પરષોત્તમભાઈ બારૈયાને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં બસમાં જ તેમનું મોત થયું હતું. સાથે બસ અનિયંત્રિત થતા 3 વાહનો અને રેંકડી ચાલક અડફેટમાં આવી ગયા હતા, જેમાં 43 વર્ષીય સંગીતાબેન માકડિયા નામના મહિલાનું પણ મોત નીપજ્યું હતું, જયારે ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ભાવનગરમાં ટેન્કર ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત
ભાવનગરમાં ભાવનગર-તળાજા હાઇવે પર ભંડારીયા ગામ નજીક ભારત પેટ્રોલિયમના ટેન્કરના ડ્રાઈવરને શરૂ વાહને હાર્ટએટેક આવ્યો હતો. ટેન્કરના ડ્રાઈવરનું મોત થતા ટેન્કર અનિયંત્રિત થઈને હાઈવેની નીચે ઉતરી ગયું હતું અને બાજુની એક વાડીમાં ઘુસી ગયું હતું. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતા વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.


