Bhavnagar news: ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજાની કાર પર હુમલો, રોકડ-દાગીના સહિત 3 લાખની લૂંટ

સોર્સ : GSTV
લગ્નગાળો ચાલી રહ્યો છે, દરમિયાન ભાવનગરના બોરડાથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પરણવા જતા વરરાજાની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત સર્જનાર લક્ઝરી કાર તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજાની હોવાનું સામે આવ્યું છે. વરરાજાની ગાડીના કુરચા બોલી ગયા બાદ વિફરેલા જાનૈયાઓએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ કરી નાંખી હતી.
8 લોકો સામે ગુનો દાખલ
આ મામલે પોલીસ ફરિયાદમાં જાનૈયાઓએ તોડફોડ કરી સોના સહિત રોકડ મળી ત્રણ લાખની લૂંટ ચલાવી હોવાનો ઉલ્લેખ છે. આ મામલે પોલીસે 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. જે કારમાં તોડફોડ થઈ છે, તેમાં ધારાસભ્ય ભગવાન બારડના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારમાં તોડફોડના કારણે રસ્તા પર થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી. શ્ચર્યની વાત એ છે કે તોડફોડ કરનાર શખ્સો હજુ પોલીસના હાથે લાગ્યા નથી.

