Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar Crime: Head Constable of Ghogha Police Station commits suicide; Panic in Police Department

Bhavnagar Crime: ઘોઘા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલનો આપઘાત; પોલીસ વિભાગમાં અરેરાટી

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Bhavnagar Crime: ઘોઘા પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલનો આપઘાત; પોલીસ વિભાગમાં અરેરાટી
સોર્સ : GSTV

Bhavnagar Crime: ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કૉન્સ્ટેબલે આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેનાર પોલીસકર્મીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

મળતી માહિતી મુજબ, ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ગત રોજ ફરજ પર હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. દિગ્વિજયસિંહને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન નિધન
ભાવનગર હોસ્પિટલના ICU વોર્ડમાં છેલ્લા કેટલાક કલાકોથી તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં આજે તેમનું નિધન થયું હતું. બનાવની જાણ થતા જ ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેડ કૉન્સ્ટેબલે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.