Indian Railways: અમદાવાદ-મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર: 26 જાન્યુઆરીથી બાંદ્રા ટર્મિનસ પરથી દોડશે ટ્રેન, જાણી લો સમય

Indian Railways: અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. પરિચાલન કારણોસર (Operational Reasons) લોકપ્રિય ટ્રેન કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં અસ્થાયી ધોરણે ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ૨૬ જાન્યુઆરીથી આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલના બદલે બાંદ્રા ટર્મિનસ સુધી જ દોડશે.
મુખ્ય ફેરફારો અને સમયપત્રક:
પશ્ચિમ રેલવેના સત્તાવાર યાદી મુજબ, તારીખ 26.01.2026થી 07.03.2026 સુધી નીચે મુજબના ફેરફારો અમલમાં રહેશે:
ટ્રેન સંખ્યા 12933 (મુંબઈ થી વટવા): આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલના સ્થાને બાંદ્રા ટર્મિનસ (BDTS) પરથી બપોરે 13:55 કલાકે પ્રસ્થાન કરશે.
ટ્રેન સંખ્યા 12934 (અમદાવાદ થી મુંબઈ): આ ટ્રેન અમદાવાદથી ઉપડીને મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદ્રા ટર્મિનસ (BDTS) પર બપોરે 12:30 કલાકે પોતાની મુસાફરી પૂર્ણ કરશે.
મુસાફરો માટે ખાસ નોંધ
રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર સિવાય, અન્ય તમામ સ્ટેશનો પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરોએ વધુ વિગતો, સ્ટોપેજ અને સંરચના માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.

