Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: 'Shatir 007' gang exposed in Sabarkantha: They used to make reels on social media, stole sports bikes, 5 arrested

VIDEO: સાબરકાંઠામાં ‘શાતિર 007’ ગેંગનો પર્દાફાશ: સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા કરતા હતા સ્પોર્ટ્સ બાઈકની ચોરી, 5 ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સોશિયલ મીડિયા પર ફેમસ થવાના અને રીલ્સ બનાવવાના ચસકામાં યુવાનો ગુનાખોરીના રસ્તે ચડી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સાબરકાંઠામાં સામે આવ્યો છે. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ‘શાતિર 007’ નામની એક આંતરરાજ્ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા છે.

App Store

મોજશોખ અને રીલ્સ માટે ચોરી
આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપીઓ મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈકની ઉઠાંતરી માત્ર સોશિયલ મીડિયા પર રોફ જમાવવા અને વીડિયો અને રીલ્સ બનાવવા માટે કરતા હતા. ચોરી કરેલા બાઈક સાથે રીલ્સ બનાવીને તેઓ ઈન્ટરનેટ પર વાયરલ કરતા હતા. આ ગેંગનો ત્રાસ સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી, ગોધરા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ફેલાયેલો હતો.

LCBની કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાંચ આરોપીઓને જેલહવાલે કર્યા છે અને તેમની પાસેથી રૂપિયા 6.60 લાખથી વધુની કિંમતના બાઈક કબ્જે કર્યા છે. આ ગેંગના અન્ય ચાર સાગરીતો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે તમામ પાંચ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.