“ભાજપમાં રહેલા સમાજના નેતા રાજપૂત નહીં પણ ભાજપૂત” રૂપાલા વિવાદમાં ભાવનગર યુવરાજનું મોટું નિવેદન
Lok Sabha Election 2024 : કેન્દ્રીય મંત્રી તેમજ રાજકોટ લોકસભા બેઠકના ભા

Lok Sabha Election 2024 : કેન્દ્રીય મંત્રી તેમજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. રાજકોટથી શરૂ થયેલો ક્ષત્રિયોનો આક્રોશ હવે રાજ્યમાં અન્ય જગ્યાએ પણ ફેલાયો છે. આ દરમિયાન ભાવનગર સ્ટેટના યુવરાજે આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે.
ભાવનગર સ્ટેટ રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરશોત્તમ રૂપાલા જેવા ઉચ્ચ લેવલના વ્યક્તિ આવા નીચ લેવલના શબ્દો વાપરે એ દુઃખની બાબત છે. રોટી અને બેટી અંગે બોલાયેલા શબ્દો બાબતે તેમણે કહ્યું કે બેટી સલામત રહે અને રોટી મળી રહે એ માટે રાજપૂતોએ બલિદાનો આપ્યા છે.
આ સાથે તેમણે કહ્યું કે રાજપૂત સમાજના જેટલા નેતા ભાજપમાં રહ્યાં છે, તેઓ રાજપૂત નહીં પણ ભાજપૂત બની ગયા છે. દેશના તમામ સમાજ માટે સમાજ પ્રથમ હોવો જોઈએ અને પછી પક્ષ હોવો જોઈએ. સમાજ જ્યાં જશે હું એમની સાથે હોઈશ.
રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા અને ઉમેદવાર બદલવા અંગે તેમણે કહ્યું કે એ નિર્ણય રાજકોટની જનતા નક્કી કરશે.






